મોરબી: મચ્છુ-2 ડેમના 9 અને 10 નંબરના બે દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 1308 ક્યુસેક પાણી ની જાવક છે જેને તબક્કાવાર વધારવામાં આવશે.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં હાલ 939 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે.જેમાંથી 390 એમસીએફટી પાણી નદીમાં છોડવામાં આવશે, જ્યારે ડેમમાં 549 એમસીએફટી પાણી બચી રહેશે. મોરબી શહેર અને આજુબાજુના ગામોને દરરોજ 3.4 એમસીએફટી જેટલું પાણી સપ્લાય થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવતા એક મહિના સુધી પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં.
15 મી એપ્રિલથી આજુબાજું નર્મદા કેનાલ શરૂ થઈ જશે, ત્યારે પૂરતા પાણીનો સંગ્રહ શક્ય બનશે. હાલ ડેમમાં 38 દરવાજા છે, જેમાં અગાઉ 5 દરવાજાઓ બદલવામાં આવ્યા હતા, જ્યારે હવે 33 દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.