મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાંથી તેમજ શનાળા રોડ જીઆઇડીસી નજીક પંચવટી સોસાયટીમાંથી એમ બે અલગ અલગ સ્થળોએથી બે યુવતી લાપતા થયાના બનાવમાં હાલ બંને યુવતીના પિતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રથમ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીઆઇડીસી નજીક નવયુગ સ્કૂલ પાસે પંચવટી સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય પાયલબેન રમેશભાઇ પીલોજપરા નામની યુવતી ગત તા. ૧૩/૦૮ ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેતા યુવતીના પિતા રમેશભાઇ હીરજીભાઇ પીલોજપરા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા એન્ટ્રી કરી શોધખોળ શરૂ કરી છે.
જ્યારે બીજા બનાવમાં શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં છોટાલાલ પેટ્રોલપંપ નજીક રહેતી જાનકીબેન ચંદ્રેશભાઇ સોની ઉવ.૨૦ ગત તા. ૧૩ ઓગસ્ટના સવારે સાડા નવ વાગ્યે પોતાના રહેણાંક મકાનેથી કામ ઉપર જવાનું કહી નીકળી ગયા બાદ ક્યાંક જતી રહેતા પરિવાર દ્વારા પોતાની રીતે સગા વ્હાલા તથા ઓળખીતાઓને ત્યાં શોધખોળ કરતા યુવતીના કોઈ સગડ ન મળતા યુવતીના પિતા દ્વારા પોલીસ મથકમાં પોતાની દીકરી લાપતા થયા અંગે ગુમસુધા નોંધ કરાવી છે.









