ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા બુટલેગરો વિરુધ્ધ કાર્યવાહીનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે અને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ બે ઇસમોને પકડી પાડી વડોદરા અને સુરત જેલ હવાલે ધકેલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેરમાં અવાર-નવાર પ્રોહિબીશનના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના કરવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમો શાહરૂખભાઇ ઇકબાલભાઇ બુચડ તથા સાહિલભાઇ કરીમભાઇ ચાનીયા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવતા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા શાહરૂખભાઇ ઇકબાલભાઇ બુચડને વડોદરા જીલ્લા જેલ તથા સાહિલભાઇ કરીમભાઇ ચાનીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવ્યા છે