મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં બે આપઘાતના બનાવો નોંધાયા છે. જેમાં મોરબીના ઘુંટુ રોડ હરિઓમ પાર્ક પાસે એક યુવકે ગળેફાંસો ખાઇ તથા વાંકાનેરનાં પીપળીયા ગામે એક શખ્સે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં, મોરબીના લાલપર ગામે આવેલ કોરલ કારખાનામાં રહેતા નાથાલાલ ભગવાનજીભાઇ સીતાપરા નામના યુવકે મોરબીના ઘુંટુ રોડ હરિઓમ પાર્ક પાસે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ રાજુભાઇ મગનભાઇ સુરેલા નામના શખ્સ દ્વારા તેમના મૃતદેહને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, વાંકાનેર તાલુકાના પીપળીયા અગ ગામે રહેતા અજયભાઇ મહેશભાઇ નાઇ નામના શખ્સે ગત તા.૧૬/૦૮/૨૦૨૩ના બપોરના બારેક વાગ્યાના અરસામા પોતે અનિલભાઇ પરમારની વાડીએ હતા. ત્યારે કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલમા વોર્ડ ઇમરજાન્સીમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.