Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી કચ્છ હાઇવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઇજાગ્રસ્ત

મોરબી કચ્છ હાઇવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઇજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઈ તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. ત્યારે ગઈકાલે માળીયા મીં ખાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલાકે પાછળથી આવી બાઈક સવાર બે લોકોને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર જી.જે.-૨૭-ડીએ-૭૭૨૪ નંબરની બાઈક પર જઈ રહેલ બે યુવકને પાછળથી આવતા જી.જે.-૧૨-એયુ-૬૨૬૯ નંબરના ટ્રકનાં ચાલકે હડફેટે લીધા હતા. જેને કારણે ફરિયાદી લાલદાસ મનસુખભાઇ વૈષ્ણવને ડાબા ગાલમા તથા માથામા તથા દાઢીના ભાગે ઇજા કરી તેમજ છાતીમા પાસડીમા જમણી સાઇડમા તથા ડાબા હાથના અંગુઠામા ફેકચર જેવી ઇજા કરી હતી. તેમજ તેમના સાથીને જમણા પગમા નળાના ભાગે તેમજ માથામા જમણા લમણામા ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી. જે ઈજાઓ ગંભીર જણાતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!