મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાનાં પીપળી ગામની સીમમાં પીપળી બેલા પાસે પુરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલાક થતા રિક્ષામાં બેસેલ પેસેન્જર ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વિજયનગર મેઇન રોડ, રોહિદાસ પરા પાસે રહેતા જયંતિલાલ ગાંડાલાલ સોલંકી ગત તા-૧૧/૧૧/૨૦૨૩ ના સાંજના સામેય પોતાની GJ-36-U-7586 નંબરની રિક્ષામાં મહિલા પેસેન્જર સુરભીબેનને લઇને ભાડામા પીપળી રોડ ત્રિલોકધામ સોસાયટીના સામે સિમેન્ટ રોડથી સોસાયટી તરફ વાળતા બેલા(રંગપર)તરફથી આવતા હોય ત્યારે RJ-29-GA-7840 નંબરની ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતભરી અને મનુષ્યની જોખમાય તે રીતે ચલાવી રિક્ષાને હડફેટે લેતા ફરિયાદી જયંતિલાલને શરીરે સામાન્ય મુંઢ ઇજા તથા પેસેન્જર મહિલાને શરીરે સામાન્ય મુંઢ ઇજા તથા ડાબા હાથમા ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.