મોરબીમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. મોરબી-કચ્છ હાઇવે ઉપર ગઈકાલે બે ટ્રકનુ ટોચન કરાઈ રહ્યું હતું. તે દરમિયાન અન્ય ડમ્પરના ચાલકે પાછળથી આવી ઠોકર મારતા બે લોકોને ઈજાઓ પહોંચી છે. ત્યારે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મુંદ્રા ઓમકાર કાંટાની બાજુમા રંગોલી હોટલની પાછળ રૂમ નં ૧૧ માં રહેતા અવિનાશ ઓમપ્રકાશભાઇ ગીરી અનામના યુવકની જી.જે-૧૨-બી.ટી-૦૪૯૨ નંબરની ટ્રક્નું વાયરીંગ શોર્ટ થઇ જતા તેઓની કંપનીની જી.જે-૧૨-બી.એક્સ-૯૪૧૭ નંબરની બીજી ટ્રકનો ડ્રાઇવર મોહમદરહેમાન નશરૂદીન અંસારી ત્યાથી નીકળતા તેઓ બંન્ને ટ્રકનુ ટોચન કરતા હતા. તે વખતે એક નંબર વગરનુ નવા જેવા ડમ્પરના ચાલકે પોતાના ડમ્પર પૂર ઝડપે અને ગફલતભરી ચલાવી ફરીયાદી તથા તેના સાથીના ટ્રકને પાછળના ભાગે ભટકાડી દેતા ટોચન કરી રહેલ અમીતાવચનને ડાબા પગમા ફેક્ચર જેવી ઇજા તેમજ ડાબા હાથમા તેમજ માથામા ઇજા પોહચાડી મોહમદરહેમાન નશરૂદીન અંસારીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે,