મોરબી જીલ્લા પોલીસ વડા એસ. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇનાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિરામિક માલિકોને વિશ્વાસમાં લઈને એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરીને ટાઈલ્સ મંગાવી પેમેન્ટ નહિ કરી ચીટીંગ કરનાર બે ઈસમો સામે મોરબી તાલુકા પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મંજુરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય જેથી તાલુકા પીઆઈ એમ. આર. ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ટીમે આરોપીઓ નીલેશ પ્રવીણભાઈ સાવલીયા (રહે કામરેજ રોડ સુરત) અને જગદીશભાઈ શંભુભાઈ જોગાણી (રહે કામરેજ સુરત) એમ બંને ઈસમોની પાસા તળે અટકાયત કરીને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ અને મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે કરવામાં આવ્યા છે.