પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯ના રોજ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા કુલ બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે બંને આરોપીઓની ધોરણસર અટક કરેલ છે.
હળવદ શહેરમાં આંબેડકર સર્કલ પાસે રોડ પર જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા રાજુભાઇ ચંદુભાઇ સુરેલાને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રૂ.૨૩૦ જપ્ત કર્યા છે. તેમજ હળવદમાં પંચમુખી ઢોરે મહાદેવના મંદિરની બાજુમા રસ્તા પર જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા વિક્રમભાઇ નાનજીભાઇ ધામેચાને ઝડપી પાડી પોલીસે આરોપી વિક્રમ પાસેથી રોકડ રૂ.૧૯૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.