Saturday, April 5, 2025
HomeGujaratમાળીયા(મી)ના હરીપર નજીક સ્વીફ્ટ કારે એરફોર્સની ગાડીને ટક્કર મારતા બે જવાન ઘાયલ.

માળીયા(મી)ના હરીપર નજીક સ્વીફ્ટ કારે એરફોર્સની ગાડીને ટક્કર મારતા બે જવાન ઘાયલ.

માળીયા(મી): કચ્છ તરફ હરીપર ગામની ગોળાઈ પાસે ઇન્ડિયન એરફોર્સના સરકારી વાહનની પાછળના ભાગમાં પુરઝડપે આવતી સ્વીફ્ટ કાર અથડાઈ હતી, જેથી એરફોર્સની ગાડી રોડની સાઈડમાં ઉભેલ ડમ્પર સાથે ભટકાતા બે જવાન ઇજાગ્રસ્ત થયા હતા અને સરકારી વાહનમાં નુકસાન થયું હતું, ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનામાં એરફોર્સની ગાડી ચાલક દ્વારા સેલિફ્ટ કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભુજ એરફોર્સ ખાતેથી વડસર યુનિટ ખાતે જઈ રહેલા ઇન્ડિયન એરફોર્સની ટાટા જેનોન કંપનીની ગાડી રજી.નં. ૧૭સી ૧૦૪૭૫૨-કે ને માળીયા(મી) તાલુકાના હરીપર ગામ નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં એરફોર્સની ગાડી રોડ ઉપર પસાર થસી રહેલ હોય તે દરમિયાન હરીપર ગોળાઈ નજીક રોડ સાઈડમાં ડમ્પર ઉભું હોય જેથી એરફોર્સ ગાડીના ચાલક રાજેન્દ્રભાઈ નવનીતભાઈ પાટીલ ઉવ.૨૬ વાળાએ પોતાનું સરકારી વાહનની સ્પીડ ધીમી કરી હોય ત્યારે પાછળ આવતી સેલિફ્ટ કાર રજી.નં. જીજે-૧૨-એફબી-૪૦૭૭ના ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્ણ ચલાવી એરફોર્સની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા, તે ગાડી આગળ રોડ સાઈડમાં ઉભેલ ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૧૬૪ સાથે અથડાતા એરફોર્સની ગાડીમાં સવાર ટીંકુકુમાર ભોજપાલસિંગ જાટને મોઢસના ભાગે, આંખ ઉપર તેમજ ગાલમાં ઇજાઓ થઈ હતી જ્યારે સૌરભ બચાઉ યાદવને હાથમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી, ત્યારે હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત જવાનોને માળીયા(મી) સકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, ત્યારે એરફોર્સ ગાડીના ચાલક રાજેન્દ્રસિંગ દ્વારા આરોપી સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!