Sunday, October 6, 2024
HomeGujaratમોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા...

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં એક જ દિવસમાં બે ચુકાદા આપી જેમાં બંને ચુકાદામાં ખોટી વેપાર નીતિ અને સેવામાં ખામી કરતી વીમા કંપનીને ગ્રાહક સાથે કરવામાં આવેલ અન્યાય બાબતે ગ્રાહક તરફી આયોગ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા આપવામાં આવેલ પ્રથમ ચુકાદામાં મોરબી ઓમશાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ ડી. પુરોહીત કન્યા છાત્રાલય રોડ ઉપરથી પોતાની ગાડી લઇને જતાં હતાં ત્યારે ભારે વરસાદને કારણે ગાડીમાં પાણી ભરાઇ ગયેલ અને ગાડીને નુકશાન થયેલ તેમનો વીમો બજાજ અલીઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો હતો સર્વે કરનાર સર્વેયર દ્વારા એવુ જણાવવામાં આવ્યું કે ગાડીને અકસ્માત થયો નથી મેકેનીકલ અથવા ઇલેકટ્રીક બ્રેકેજ પોલીસીમાં આવતુ નથી માટે વીમો મળે નહી જેથી તેઓ મોરબી ગ્રાહક તકરાર કમીશનમાં જતા ગ્રાહક કોર્ટ વીમા કંપની કહયુ કે ગ્રાહકે વીમો લીધો છે પ્રીમીયમ ભરેલ છે. તમારી સેવામાં ખામી છે તેમ જણાવી ગ્રાહક તરફી ચુકાદો આપી ભગવાજીભાઈને રૂા. ૫૫,૦૦૦/-અને ૫,૦૦૦ અન્ય ખર્ચ કુલ ૬૦,૦૦૦/- તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૦ થી વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે.

જ્યારે બીજા ચુકાદામાં મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈની કાર અન્ય કાર સાથે અથડાતા નારાયણભાઈની કારમાં ભારે નુકશાન થયેલ હતું. તેથી ગ્રાહક નારાયણભાઈએ પોતાની કારનો ક્લેમ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં મુકેલ ત્યારે વીમા કંપની તરફથી બહાનું સામે ધરતા કહ્યું કે અકસ્માત દરમિયાન કાનજીભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો નામંજુર કર્યો હતો. ત્યારે નારણભાઈ ડાંગરે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી છે, વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે ગ્રાહક નારણભાઇ ડાંગરને ૩,૫૬,૫૯૭/- અને ૮૦૦૦/-અન્ય મળી ૯ (નવ) ટકાના વ્યાજ સાથે ચુકવવાના જે મુજબ આદેશ કરી ચુકાદો આપ્યો હતો.

વધુમાં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા જણાવ્યું છે કે દરેક ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો તેની સામે રાજ્ય સરકારની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ કરેલ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ દાખલ કરી ન્યાય મેળવવો જોઈએ અને વધુ વિગત માટે ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨ સંપર્ક કરવો. તેમ તેમની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!