Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જુદા જુદા અકસ્માતમાં બે ના મોત: સગીરાએ ગળાફાંસો ખાઈ મોત...

મોરબી જિલ્લામાં જુદા જુદા અકસ્માતમાં બે ના મોત: સગીરાએ ગળાફાંસો ખાઈ મોત માંગ્યું

મોરબીમાં જુદા જુદા અકસ્માત ના બે બનાવમાં બે લોકો ના મોત નિપજયા છે જ્યારે સગીરા એ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના સીરામીક સીટી માં રહેતા મોહિતકુમાર નંદકિશોર શ્રીવાસ (ઉ.વ.૨૦) વાળા પોતાનું બજાજ ડિસ્કવર બાઇક જીજે-૦૩એચ સી-૫૨૦૩ લઈને જતા હતા ત્યારે મહારાણા પ્રતાપ સોસાયટી સામે અચાનક બાઇક સ્લીપ થતાં ફૂટપાથ પર પટકાઈ જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ચંદુભાઈ સંધાણી નામના પ્રૌઢ પોતાનું સીડી ડીલક્ષ બાઇક નં. જીજે-૧૩-એમ.એમ-૬૭૮૯ મા વણાંક લેતા હતા દરમિયાન મહેન્દ્રનગર પાસે હાઇવે પર આવેલ નિલકંઠ સોસાયટી પાસે ટ્રક નં. જીજે ૧૨ એયું ૮૧૨૩ ના ચાલકે પુરપાટ વેગે ચલાવી ચંદુભાઇ ના બાઇકને હડફેટે લઈ ફરાર થઇ ગયો હતો.જેમાં ચંદુભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.

માળીયા(મી) ના નાના દહીંસરા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યું

બનાવની વિગત મુજબ માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા અબ્દુલભાઇ હાજીભાઈ સુમરાની પુત્રી અનિશા(ઉ.વ.૧૮) છેલ્લા કેટલાક દિવસો થી ગુમસુમ રહેતી હતી અને પૂછે એટલો જ જવાબ આપતી હતી ત્યારે અનિશા એ ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોટ નીપજ્યું હતુ. જેથી માળીયા(મી) પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!