Thursday, January 16, 2025
HomeGujaratમોરબી શહેર-જીલ્લામાં જુદા જુદા ચાર અકસ્માતમાં બેના મોત, ત્રણ ઘાયલ

મોરબી શહેર-જીલ્લામાં જુદા જુદા ચાર અકસ્માતમાં બેના મોત, ત્રણ ઘાયલ

મોરબી શહેર જીલ્લામાં અકસ્માતના જુદા જુદા ચાર બનાવમાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજયા હતા. જયારે અન્ય બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોચી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના માળિયા નજીક કંડલા હાઈવે પર હરિપર ગામના પાટિયા પાસે ગઈ કાલે સવારે પુર ઝડપે દોડતા જીજે ૧૨ વાય ૬૧૧૧ નંબરના ટેઈલરના ચાલકે પોતાની ગાડી પુર જડપે અને ગફતલભરી રીતે, પોતાની તથા બીજાની માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડની સાઇડમા પડેલ જીજે ૧૨ વાય ૭૫૧૧ નંબરના ટેઇલરને જોરદાર ઠોકર મારી હતી. જેમાં ટેઈલરનું ટાયર બદલતા ચાલક દિનેશભાઇ પારસનાથ પાંડે ઉ.વ.૩૩ વાળાને હડફેટે લઇને પાછળનો જોટો તેના શરીર પરથી ફેરવી નાખી, પેટથી નીચેનો ભાગ ચગદી નાખી શરીરે ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ બાદ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે આરોપી ટેઈલર ચાલક ટેઈલર મૂકી નાશી ગયો હતો. આ બનાવ અંગે માળિયા પોલીસે નાશી ગયેલ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ટંકારાથી સાત કિમી દુર આવેલ મોરબી-રાજકોટ હાઇવે રોડ બારનાલા થી આગળ જતા માર્ગ પર ગઈ કાલે સવારે પોણા અગ્યારેક વાગ્યે પુર ઝડપે પસાર થતા જીજે ૧૨ બીટી ૭૦૯૨ નંબરના ટ્રકના ચાલકે જીજે નંબરના મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં ટંકારામાં રાધાકૃષ્ણ શેરીમાં રહેતા મોટર સાયકલ ચાલક ઉસ્માનભાઇ વલીમામદભાઇ મેસાણીયા મોમીન (ઉ.વ.૪૫) અને તેની પાછળ બેઠેલ રહીમભાઇ અલાઉદિનભાઇ બંને મોટર સાયકલ પરથી નીચે પડી ગયા હતા. આ બનાવમાં રહીમભાઈ ટ્રકના પાછળના ટાયરમા આવી જતા તેઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી જેમાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે બાઈક ચાલકને બન્ને હાથમા તથા બન્ને પગમા મોઢામા સામાન્ય ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે

જયારે મોરબીમાં વાવડી ચોકડી પાસે ગત તા. ૨૦મીના રોજ પુર ઝડપે દોડતા જીજે ૧૨ બીવાય ૧૧૯૪ નંબરના ટ્રકએ જી જે ૩૬ કયું ૫૧૦૪ નંબરના એકટીવાને ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં ચાલક હર્ષબેનને ડાબા પગે પોંચાના ભાગે તથા તેની પાછળ બેઠેલ અન્ય એક વ્યક્તિના જમણા હાથઉપર ટાયર ફરી ગયું હતું. જેમાં ઓપરેશન દરમ્યાન તેઓનો હાથ કોણીથી હાથ કાપી નાખવામાં આવ્યો હતો. આ બનાવના પગલે નાશી ગયેલ ટ્રક ચાલક સામે હર્ષબેને ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!