મોરબી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જુના ઘુટુ રોડ પરથી પસાર થઈ રહેલ એક કાર પર અચાનક કંન્ટેનર પડતા કર્મ સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટંકારા તાલુકાનો એક પરિવાર હળવદથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન નવ નાલા પાસે અચાનક કન્ટેનર ટ્રકનો સંતુલન બગડતા કાર ઉપર કન્ટેનર પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં મંજુબેન મનસુખભાઇ અને મનસુખભાઇ મનજીભાઇનું દુઃખદ મોત થયું છે. જયારે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.









