મોરબીના વીસીપરા વિસ્તારમાં ઇમામ ચોક પાસે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલ બચુભાઇ જુસબભાઈ શાહમદાર ઉવ.૪૨ રહે.વીસીપરા ચાર ગોદામ તથા હુશેનભાઈ ગફુરભાઈ માલાણી ઉવ.૩૦ રહે.વીસીપરા ઇમામના ગેટ પાસે મોરબીવાળાને સીટી બી ડિવિઝન પોલીસ ટીમે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પકડી લઈ આ સાથે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૨૮૦/- કબ્જે કર્યા હતા, બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.