મોરબી શહેર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રામચોક પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા રાજુભાઇ અબ્દુલભાઇ પબાણી ઉવ.૩૯ રહે.મોરબી બાયપાસ ફિદાય પાર્ક તથા મોસીનભાઈ રહીમભાઈ દલ ઉવ.૩૬ રહે.મોરબી વાવડી રોડ મિલન પાર્ક વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે બન્ને આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂ.૧,૬૦૦/- જપ્ત કરી બંને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.