મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભરતનગર ગામ નજીક સર્વોદય હોટલ સામે હાઇવે ઉપર શંકાસ્પદ હાલતમાં ડબલ સવારી એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૯૬૭૫ ત્યાંથી પસાર થતા તેને રોકી, એકટીવાની ડેકીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ગ્રેન્ડર સ્ટ્રોંગ લીકર ૧૮૦મીલી.ની ૯ નંગ બોટલ કિ.રૂ.૯૦૦/- મળી આવી હતી. જેથી તુરંત એકટીવા ચાલક આરોપી કિરણભાઈ ગોરધનભાઇ મકવાણા ઉવ.૨૮ રહે. જેતપર ગામ વણકરવાસ તા.જી.મોરબી તથા આરોપી અજયભાઈ કિશનભાઈ પરમાર ઉવ.૨૫ રહે. મોટી મારડ તા.ધોરાજી જી.રાજકોટ વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે તાલુકા પોલીસે એકટીવા, વિદેશી દારૂ તથા બે મોબાઇલ સહિત ૪૦,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.