મોરબીનાં બેલા (રં) સીસમ રોડ પર શ્રી રામ પેકેજીંગ કારખાના ગેટ બહારથી ચોરી થયેલા મોટરસાઇકલનો ભેદ ઉકેલાયો છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટિમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન જૂનુ ઘૂંઢ રોડ સિમ્પોલો કારખાના સામેથી બે ઇસમો સ્પ્લેન્ડર મોટરસાઈકલ સાથે પસાર થતા પોલીસે બંને ઇસમો વિક્રમભાઈ ઊર્ફે વિકુડો મસાભાઇ વાજેલીયા તથા કાન્તીભાઈ કરશનભાઈ ચારોલીયાને રોકી મોટરસાઈકલના આધાર પુરાવા માંગતા બંને ઈસમો પાસે પુરાવા ના હોવાનું જણાવતા પોલીસે મોટરસાઈકલના નં. GJ-03-DK-0219 ની ખરાઇ કરતા મોટરસાઈકલ બેલા (રં) સીસમ રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાના ગેટ બહારથી ચોરી થયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસે એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૫૨૫૧૫૩૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨), મુજબનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે અને આગુન્હાની આગળની તપાસ એ.એસ.આઇ. સદા ગ્રેનાના આગળની તપાસ એફ.આઇ.સુમરા ચલાવી રહ્યા છે.