Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરમાં ચેક રીટર્નના કેસમાં બે ઈસમોનો યુવક પર હુમલો

વાંકાનેરમાં ચેક રીટર્નના કેસમાં બે ઈસમોનો યુવક પર હુમલો

વાંકાનેરનાં મહીકા ગામે બાંધકામ કોન્ટ્રાક્ટરના ચેક રીટર્નના કેસનો જુનો ખાર રાખી કોન્ટ્રાક્ટરને જાતી પ્રત્યે હડધુત કરી બે ઈસમોએ ઢોર માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મહીકા ગામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર વિજયભાઇ શીવાભાઇ ચાવડાને યાકુબભાઇ મહમદભાઇ બાદી તથા ઉસ્માનભાઇ મહમદભાઇ બાદી (રહે.બન્ને મહીકા તા.વાંકાનેર જી.મોરબી) સાથે ચેક રીટર્નના કેસ બાબતે જુનો ખાર રાખી કોન્ટ્રાક્ટરને પોતાની જાતી પ્રત્યે હડધુત કરી, યાકુબભાઇ મહમદભાઇ બાદીએ હાથમાં પહેરેલ પંચ પહેરી ફરિયાદીને બન્ને પગ તથા હાથ તેમજ છાતી ઉપર મુંઢ ઇજા કરી ઉસ્માનભાઇ મહમદભાઇ બાદીએ ફરિયાદીને પકડી રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!