સ્ટીલના પાઇપ, લાકડાના ધોકા વડે વેપારીને બેફામ માર મારતા બંને ઈસમો વિરુદ્ધ વેપારીની પત્નીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મળતી માહિતી અનુસાર હળવદ ટાઉનમાં સુનિલનગરમાં રહેતા ચંદ્રીકાબેન મુકેશભાઇ કુરીયા ઉવ.૪૦ એ હળવદના ભવાનીનગર ઢોરા નજીક રહેતા આરોપી અજય જીવરાજભાઇ કુંઢીયા તથા ગગજી જીવરાજભાઇ કુંઢીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ચંદ્રીકાબેનના પતિ મુકેશભાઈ આરોપીઓના ઘર નજીક વજન કાંટો લેવા ગયા હોય ત્યારે બંબે આરોપીઓ સાથે અગાઉ થયેલ બબાલનું મનદુઃખ રાખી બંને આરોપીઓ દ્વારા મુકેશભાઈને ગાળો આપી સ્ટીલની પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી મુકેશભાઈને માથામાં ફૂટ જેવી ઈજા તથા શરીરે મુંઢ માર નારી ગંભીર ઈજાઓ પહોચાડયાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









