હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ ભાગીદારી છુટ્ટી કરી નાખવાનો ખાર રાખી મચ્છીનો વેપાર કરતા યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા ખાતે આવેલ સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા રહેતા જુમાભાઇ આદમભાઇ જામ નામના મચ્છીનો વેપાર કરતા યુવકે સબીરા ઇદ્રીશભાઇ મોવર નામના શખ્સના ભાઈ સાથે અગાઉ મચ્છી ધંધો ભાગમા કરેલ હોય અને પછી ફરીયાદી જુમાભાઇએ તેની સાથે ભાગ છુટો કરી નાખેલ જેનો ખાર રાખી જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી તથા સબીરા ઇદ્રીશભાઇ મોવર (રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ ના ક્વાટરમા ધ્રાગધ્રા જી સુરેન્દ્રનગર)એ ફરિયાદીને લાકડાના ધોકા વતી બન્ને પગમા માર તથા જમણા હાથે મારી ડાબા પગે નરાના ભાગે હાડકુ ભાગી તથા જમણા પગે તથા જમણા હાથે મુઢ ઇજા કરી નાસી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.