વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ઇકો કારના ચાલક યુવકને અન્ય ઇકોના ચાલક સહિત બે શખ્સોએ માર માર્યા અંગેનો બનાવ સામે આવ્યો છે, જેમાં ભોગ બનનાર યુવકે રોડ ઉપર આગળ જઇ રહેલ ઇકો કારની સાઈડ કાપતા, જે બાબતનો ખાર રાખી યુવક ઉપર હુમલો કરી ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા ઈશ્વરભાઈ દેવશીભાઈ હણ ઉવ.૩૪ ગઈ તા.૨૫/૦૧ના રોજ પોતાની ઇકો કાર રજી.નં. જીજે-૦૩-કેસી-૧૧૪૮માં તેમના કાકાની દિકરીઓ તથા તેણીની બહેનપણીઓને લઈને ચોટીલા તથા મેસરીયા ગામે દર્શન કરવા જતાં હોય તે દરમિયાન વાંકાનેરના ભલગામ નજીક રોડ ઉપર આગળ જતી અન્ય ઇકો કાર રજી.જીજે-૧૩-એબી-૧૬૭૭નો ઓવરટેક કરતા, તે ઇકો કારના ચાલક આરોપી ભરતભાઇ રામભાઈ ખટાણા રહે. કાળાસર તા.ચોટીલા જી.સુ.નગર વાળાને ન ગમતા, જેનો ખાર રાખી જ્યારે ફરિયાદી વાંકાનેર ગમારા લેટ્રોલ પમ્પ પાસે હોટલમાં નાસ્તો કરવા ઉભા રહ્યા ત્યારે આરોપી ભરતભાઇ અને અન્ય એક અજાણ્યો ઈસમ એમ બન્ને શખ્સો આવી ફરિયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર તથા લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ લાહોચાડી બન્ને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત ઈશ્વરભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









