Sunday, November 27, 2022
HomeGujaratટંકારાના નેકનામ ગામે પાણીનો જગ પાછો માંગવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ...

ટંકારાના નેકનામ ગામે પાણીનો જગ પાછો માંગવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ યુવાનને માર માર્યો

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા દિવ્યેશભાઈ કેશવજીભાઇ ચીકાણી(ઉ.વ.૩૦) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી યુવરાજસિંહ દિલુભા ઝાલાને ફરિયાદી દિવ્યેશએ પાણીનો જગ આપેલ તે જગ પરત માગતા આરોપી યુવરાજસિંહ દિલુભા ઝાલા અને હરપાલસિંહ હનુભા ઝાલા (રહે બંને નેકનામ) વાળાએ ઉશ્કેરાઈ જઈ ગત.૯ ના રોજ મોબાઈલ પર ફોન કરી તું હવે પાણીનો જગ પાછો માગીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો આપેલ અને ગત.૧૦ ના રોજ સાડા ચારેક વાગ્યાના અરસામાં નેકનામ પડધરી રોડ પર આવેલ પેટ્રોલ પમ્પ નજીક ફરિયાદી દિવ્યેશભાઈને આરોપી હરપાલસિંહ હનુભા ઝાલાએ લાકડી વડે તથા આરોપી યુવરાજસિંહ ઝાલાએ ઢીકા પાટુંનો માર મારી ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!