હળવદ તાલુકાના કડીયાણા-માથક રોડ ખાતે બાઇક રજી.નં. જીજે-૩૬-એઈ-૦૨૦૩ ઉપર સવાર બે ઇસમોને રોકી મોટર સાયકલની તલાસી લેતા, તેમાંથી ઈંગ્લીશ દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ જેની કિ.રૂ.૨,૦૦૦/- મળી આવી હતી, ત્યારે હળવદ પોલીસે મોટર સાયકલ ચાલક આરોપી કુલદીપભાઈ જીવરાજભાઈ ચાવડા ઉવ.૪૧ રહે.ચરાડવા ગામ ગોપાલનગર તા.હળવદ તથા મોટર સાયકલમાં પાછળની સીટ ઉપર બેઠેલ આરોપી અશ્વિનભાઈ ત્રિભોવનભાઈ ચાવડા ઉવ.૩૫ રહે. ચરાડવા ગામ તા.હળવદ વાળા એમ બન્ને આરોપીઓની સ્થળ ઉપરથી અટકાયત કરી, ઈંગ્લીશ દારૂની બોટલ તથા મોટર સાયકલ સહિત રૂ.૪૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, બન્ને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.