મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલોનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત રોજ મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના કિષ્ના પાનના ગલ્લામા ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા (રહે.મોરબી વાવડીરોડ નંદનવન સોસાયટી ભાડાના મકાનમાં મુળરહે.વિશલવાસા તા.જી.પાટણ), નિલેષભાઇ ગગુભાઇ ચાવડા (રહે.મોરબી ઉમીયા સર્કલ પાછળ યદુનંદન -૨) નામના ઇસમો પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની રૂ.૨૧૦૦૦/-ની કિંમતની ૧૩૫ બોટલોનો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામા આવેલ છે. તેમજ એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામા આવશે. તેમ મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.