રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને મોરબી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા મોરબી એલ.સી.બી.પીઆઇ ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમિયાન તેઓએ માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માળીયા જામનગર હાઇવે પર કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમોને કુલ રૂ.૩૯,૦૨,૦૫૬/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી.સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં અમુક ઇસમો ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા હોવાની ચોકકસ હકિકતનાં આધારે હોટલ પાછળ વંડામાં રેઇડ કરતા રૂ. ૧૫,૦૦,૦૦૦/-ની કિંમતનું GJ-12-BI-2579 નંબરનું ભારત બેંઝ કંપનીનુ ટેન્કર, રૂ.૨૩,૭૯,૯૩૬/-ની કિંમતનું ટેન્કરમાં ભરેલ આશરે ૨૪,૦૦૦ લીટર ડીઝલ, ટેંકરોમાંથી કાઢેલ નાના મોટા કેરબા, રોકડા રૂપીયા-૨,૦૦૦/- સહીત અન્ય મુદામાલ મળી કુલ રૂ.૩૯,૦૨,૦૫૬/-ના મુદામાલ સાથે હરદેવભાઇ ઉર્ફે લાલો પ્રભાતભાઇ બોરીચા તથા વિનોદભાઇ મેવાલાલ પટેલ નામના ઈસમો મળી આવતા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓની પૂછપરછ કરતા તેમની સાથે આ ગુનામાં મોરબીનો રહેવાસી હકાભાઇ બાબુભાઇ ચાવડા નામનો શખ્સ પણ સામેલ હોવાનું ખુલ્યું છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ,પીએસઆઈ કે.જે.ચૌહાણ,એન.એચ ચુડાસમા,એ.ડી.જાડેજા તેમજ એલસીબી પેરોલ ફ્રલો સ્કોડનો સ્ટાફ જોડાયો હતો.