રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી તાલુકા પોલીસ દ્વારા સઘન તપાસ કરાવમાં આવી રહી હતી. જે દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરી સહિતના ગુન્હાઓ આચરતા ઈસમોને પકડી પાડવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ તથા વિકાસભાઇ અનિલભાઈ લોરીયા નામના બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. અને તેમની પાસેથી વીવો કંપનીનો Y400 મોબાઇલ રૂ.૧૮૦૦૦/- મળી આવતા વિકાસભાઇ અનિલભાઈ લોરીયા વાળાની અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી અન્ય બે ફોન મળી આવ્યા હતા, તથા મોટોરોલા MOTO G 45 મોબાઇલ રૂ.૮,૦૦૦/-, પી F27 PRO+ રૂ.૧૨,૦૦૦/-, વીવો Y100 મોબાઇલ ૧૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૪૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.