વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માટેલ ગામ નજીક અમરધામ સામે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો ત્રણ પત્તાની રમત રમી રહેલા વિક્રમભાઈ જાદુભાઈ ડાભી ઉવ.૩૨ તથા લાલજીભાઈ ટીસાભાઈ સરવાડીયા ઉવ.૨૫ બન્ને રહે.માટેલ ગામવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧,૨૦૦/-કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.