વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પૂર્વ બાતમીને આધારે ઢુંવા ચોકડી ભવાની કાંટા પાસે વોચમાં હોય તે દરમિયાન એફઝેડ મોટર સાયકલ રજી.નં.જીજે-૩૬-એકે-૦૯૩૬ વાળુ લઈને નીકળેલ બે ઇસમોને રોકી તેની તલાસી લેતા તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકામાં ૫૦ લીટર દેશી દારૂ મળી આવતા તુરંત બંને આરોપી મહેશભાઈ ધીરુભાઈ વાઘેલા ઉવ.૨૧ રહે.હળવદના ચુપણી ગામે પાવરહાઉસ નજીક ઝૂંપડામાં તથા આરોપી મુનાભાઈ કરશનભાઇ વાઘેલા ઉવ.૨૦ રહે. ચુપણી ગામ તા.હલવાડવાળા બંને આરોપીઓની અટક કરી હતી, આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે એફઝેડ બાઇક કિ.રૂ.૫૦ હજાર અને દેશી દારૂ સહિત ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.