મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએથી ઈંગ્લીશ દારૂ તથા બિયરના જથ્થા સાથે કુલ બે શખ્સોની અટકાયત કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ બનાવ અંગે મળતી વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન શહેરના જેલ રોડ પશુ દવાખાના પાછળ વોકળાના કાંઠે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભો હતો, જેથી તે ઈસમને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીની તલાસી લેતા તેમાંથી અંગ્રેજી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૬૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સિકંદર ઉર્ફે બલૂન રજાકભાઈ બ્લોચ ઉવ.૩૨ રહે. કાલિકા પ્લોટ મતવા મસ્જિદ સામે વાળાની અટક કરી હતી.
જ્યારે બીજા બનાવમાં કબીર ટેકરી નજીકથી આરોપી જતીનભાઈ રમેશચંદ્ર વડેરા ઉવ.૨૩ રહે.મોરબી ભવાની ચોકવાળા પાસેથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે કિંગફિશર બિયરના ૨ નંગ ટીન કિ.રૂ. ૨૦૦/-સાથે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.