મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે હળવદ પોલીસે મીંયાણી ગામમાં વાડીએ બેસી વરલી ફીચરનો જુગાર રમાડતા બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મીંયાણી ગામની સીમમાં સંજયભાઇ વાસુદેવભાઈ વાહજોડીયાની વાડીએ રલી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમાઈ રમાડાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વર્લીફીચરના આંકડા લખેલ સાહિત્ય તથા રકમ રૂ.૧૪,૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સુરેશભાઈ ભીખાભાઇ કુરીયા (રહે.મિંયાણી તા.હળવદ જી.મોરબી) તથા સંજયભાઈ વાસુદેવભાઈ વાહજોડીયા (રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી)ની અટકાયત કરી છે.