Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં આઈપીએલના ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીમાં આઈપીએલના ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના નવાડેલા રોડ ઉપર બજરંગ એન્ટરપ્રાઇઝ દુકાન નજીક આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમવા અતુલભાઈ રાઘવજીભાઈ કુંડારીયાએ અન્ય વિશાલભાઈ દેવદાનભાઈ ડાંગર પાસેથી ISCON 7777 આઇ.ડી મેળવી આ આઇ.ડી માથી આઇપીએલ ટવેન્ટી-ટવેન્ટીમાં LSG-RCB વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર રનફેરના સોદા કરી પૈસાની હારજીતનો જુગાર વિશાલ ડાંગર પાસેથી ઓનલાઇન જુગાર રમી રમાડી રંગેહાથ ઝડપાઇ જતા પોલીસે આરોપી અતુલભાઈ રાઘવજીભાઈ કુંડારીયા ઉવ.૩૪ રહે સારસ્વત સોસાયટી પટેલ કન્યા છાત્રાલય રોડ મોરબી તથા વિશાલભાઈ દેવદાનભાઈ ડાંગર રહે રવાપર રોડ હરી ટાવર વાળી શેરી મોરબીને રોકડા રૂ.૧૫૦૦/- તથા સેમસંગ કંપનીનો ફોલ્ડ-૩ એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂ.૩૧,૫૦૦/-ના મુદામાલ સાથે બંને આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!