Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના યુવક પાસેથી લીધેલ ચેક વટાવી રીટર્ન થતા બે વ્યાજખોરોએ ફરિયાદ પણ...

મોરબીના યુવક પાસેથી લીધેલ ચેક વટાવી રીટર્ન થતા બે વ્યાજખોરોએ ફરિયાદ પણ કરી દીધી:યુવકે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લા પોલીસ વ્યાજખોરો ના દુષણ ને ડામવા સતત પ્રયત્નશીલ છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે વધુ બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના રવાપર રોડ પર રહેતા કેટનભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.૩૬) વાળાએ જયદીપભાઈ પઢારીયા મારફતે માધવભાઈ જીવણભાઈ જિલરીયા પાસેથી રૂ.૪,૦૦,૦૦૦ માસિક ૮% વ્યાજે આજે રૂપિયા ૫,૦૦,૦૦૦ માસિક અધ્ધધ ૪૦% વ્યાજે લીધેલ હતા અને ફરિયાદી પાસે ચાર ચેક પણ સહી કરાવી લીધેલ હતા જેના બદલામાં ફરિયાદીએ વ્યાજના રૂ.૬,૫૨,૦૦૦ અને મુડી પેટે રૂ ૩,૦૦,૦૦૦ મળી કુલ ૯,૫૨,૦૦૦ ચૂકવી આપેલ હોય છતાં વ્યાજખોરોએ ફરિયાદીના ચેક બેંકમાં વટાવ્યા હતા જોકે ફરિયાદિના ખાતામાં પૂરતું બેલેંસ ન હોવાથી ચેક પરત ફરતા આરોપીઓ એ ફરિયાદી વિરુદ્ધ નેગોસીએબલ મુજબ કેસ કર્યો હતો અને વધુ રૂપિયાની ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા બન્ને વ્યાજખોર બિરુધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!