Thursday, December 26, 2024
HomeGujaratટંકારામાં ખેત-શ્રમિક પરિણીતાનું ટૂંકી બીમારી બાદ મોત નિપજતા બે મહિનાના બાળકે માતાની...

ટંકારામાં ખેત-શ્રમિક પરિણીતાનું ટૂંકી બીમારી બાદ મોત નિપજતા બે મહિનાના બાળકે માતાની છત્રછાયા ગુમાવી

ટંકારામાં શીતળા માં ધાર વિસ્તારમાં આવેલ વાડી-ખેતરે કામ કરતી ૨૩ વર્ષીય પરિણીતાનું ત્રણ દિવસની ટૂંકી બીમારીમાં આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ ટંકારામાં શીતળા માની ધાર નજીક આવેલ ભાવેશભાઇ ચંદુભાઇ અધેરાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની સંગીતાબેન પ્યારસીંગ મેહડા ઉવ-૨૩ છેલ્લા ત્રણ ચાર દીવસથી બીમાર હોય જે બીમારી સબબ સંગીતાબેનનું મૃત્યુ નીપજતા મૃતકના પતિ અને સસરા તેઓનો મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી સંગીતાબેનને મરણ ગયાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી, ત્યારે ટંકારા પોલીસ સ્થળ ઉપર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી, મૃત્યુના બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંગીતાબેનનું ત્રણ વર્ષના લગ્નગાળામાં તેઓને બે મહિનાનું સંતાન હોવાનું સામે આવ્યું છે. માતાના આકસ્મિક મૃત્યુને કારણે બે મહિનાનું માસુમ બાળક માતા વિહોણું બની ગયું હતું,

હાલ ટંકારા પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે બનાવની નોંધ કરી વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!