ભુજની ભાગોળે મુન્દ્રા રોડ પર સેડાતા પાસે હાઈલેન્ડ રિસોર્ટમાં ગત શુક્રવારે રાત્રે અમદાવાદની ૨૨ વર્ષીય યુવતી દ્વારા કથિત દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની તજવીજના કારણે મૂળ ઢોરી ગામના અને હાલે માધાપર રહેતા આહીર યુવક સ્વ. દિલીપ ગાગલે આપઘાત કર્યો હતો. જે મામલાની તપાસમાં દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દિલીપ આહીર આપઘાત કેસમાં મનીષા ગોસ્વામી, દિવ્યા અશોકભાઇ સહિત નવ સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. જેમાં પશ્ચિમ કચ્છ-ભૂજ લોકલ ક્રાઈમ બ્રાંન્ચે વધુ બે આરોપીઓની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, હનીટ્રેપમાં યુવાનને ફસાવી કરોડો રૂપીયાની માંગણી કરતા યુવાન દુષ્પ્રેરણના કારણે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગળે ફાસો ખાઇ મરણ ગયેલ હતો. ગત તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ આ મામલે ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુનાના આરોપીઓએ ભેગા મળી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ (રહે.ઢોરી તા.ભુજ) પાસેથી રૂપીયા ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી આયોજન પૂર્વક મીત્રતા કેળવી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માગણી કરતા દિલીપભાઈને મરવા માટે દુષ્પ્રેરણ કરેલ જે બાબતનો ગુનો દાખલ થયેલ જેથી ભુજ રેન્જ આઇજી જે.આર. તથા પશ્ચિમ કચ્છ-ભુજ એસ.પી ડો.કરનરાજ વાઘેલાએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના આપેલ. જે સુચના અનુસંધાને એલ.સી.બી, પશ્ચિમ કચ્છ-ભૂજના પી.આઇ. એસ.એન.ચુડાસમા તથા પી.એસ.આઇ. ટી.બી. રબારીએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે સુચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો દ્વારા તપાસ કરેલ. દરમ્યાન આરોપી વિવેકસિંહ રાણુભા જાડેજા (રહે.સુખપર તા.ભુજ) તથા પરેશ ખીમજીભાઈ રધોળીયા (રહે. બી-૧૯ દિવ્ય વસુધરા ફ્લેટ એલ.એસ.રોડ બોમ્બે માર્કેટની ભાજીમાં સુરત)ની તપાસ દરમ્યાન સંડોવણી બહાર આવતા તેઓની અટક કરવામા આવેલ છે. તેમજ બાકી આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ તેમજ તપાસ હાથ ધરવામાં આવી છે.