Wednesday, January 15, 2025
HomeGujaratનકલી નોટ સાથે ઝડપાયેલા ટંકારાના યુવકને લઈને આવેલ રાજસ્થાન પોલીસ વધુ બે...

નકલી નોટ સાથે ઝડપાયેલા ટંકારાના યુવકને લઈને આવેલ રાજસ્થાન પોલીસ વધુ બે શખ્સોને ઉઠાવી ગઈ

રાજસ્થાન ના ચિતોરગઢ જિલ્લાના ગંગરાર પોલીસ મથક વિસ્તારમાં મોરબી જિલ્લાના ટંકારાના જીવાપર ગામનો યુવક મિતુલ હેમંતભાઈ ડાકા અને તેની સાથે રાજસ્થાનનો યુવક મહાવીર સિંગ બન્ને બોલેરો કારમાં નકલી નોટ સાથે ઝડપાયા હતા.જેમાં મિતુલ નામના આરોપીએ આ નકલી નોટ મોરબીથી લઈ આવવાનું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેથી રાજસ્થાન ગંગરાર પોલીસ દ્વારા આરોપી મિતુલને સાથે રાખીને મોરબી જિલ્લાના ટંકારા તેમજ વાંકાનેર તાલુકાના ગામમાં તપાસ હાથ ધરી હતી અને જેની પાસેથી નકલી ૩,૯૬,૯૦૦ રૂપિયાની નોટ લઈ આવ્યો હતો તે ઈરફાન ઉર્ફે ઇસ્માઇલ અલીભાઈ કડીવાર (ઉ.વ.૨૯ રહે.ગામ અમરસર તા.વાંકાનેર જી.મોરબી) તેમજ મિતુલને ઈરફાન પાસેથી નકલી નોટ લેવડાવવામાં વચેટિયો એજાજ ઉસમાનભાઈ પરાસરા (ઉ.વ.૩૦ રહે.ગુલશન પાર્ક વાંકાનેર) વાળાની રાજસ્થાન ના ગંગવાર પોલીસે ધરપકડ કરી રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે હવે આરોપીઓએ આ નકલી નોટ ક્યાં છાપી હતી તેવી અનેક વિગતો વધુ તપાસ બાદ જાણવા મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!