Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં ટીબડી પાટીયા નજીક ડમ્પરની હડફેટે આવી જતા મોટરસાઇકલ સવાર બે યુવકોના...

મોરબીનાં ટીબડી પાટીયા નજીક ડમ્પરની હડફેટે આવી જતા મોટરસાઇકલ સવાર બે યુવકોના મોત

મોરબી તાલુકાનાં ટીબડી પાટીયા નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હમતો. જેમાં એક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેને લઈ મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના જુના ઘુંટુ રોડ સીલ્વર સોસાયટી ખાતે રહેતા દીનેશભાઈ માનસંગભાઈ સનુરાનો પુત્ર સંજય તેના મિત્ર મુનેશ સાથે ટીબડી પાટીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ-12-BT-7794 નંબરના ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં પુરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર ચલાવી રામદેવ હોટેલ પાસે સંજયની GJ-36-J-3423 નંબરની મોટરસાઇકલને હડફેટે લેતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેના કારણે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી પોતાનું ડમ્પર લઈ સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલે મૃતક સંજયના પિતા દીનેશભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!