Friday, December 27, 2024
HomeGujaratહળવદના કેદારીયા ગામે મકાન ખાલી કરવાનું કહી બે ભત્રીજાએ કાકાને ધોકા ફટકાર્યા

હળવદના કેદારીયા ગામે મકાન ખાલી કરવાનું કહી બે ભત્રીજાએ કાકાને ધોકા ફટકાર્યા

હળવદ તાલુકાના કેદારીયા ગામે પોતાના ઘરના ફળીયામાં રાત્રીના અરસામાં સુતેલા કાકા પાસે તેમના બે ભત્રીજાઓ આવી ‘આ મકાન ખાલી કરી નાંખજે’ કહી જેમફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા જેથી અપશબ્દો બોલવાની ના કહે બંને ભત્રીજાઓએ કાકાને ધોકા વડે માર મારતા દેકારો થતા પરિવારજનો તથા આજુબાજુમાંથી માણસો એકઠા થઇ જતા બંને ત્યાંથી નાસી ગયા હોય, ત્યારે બનાવ બાબતે હળવદ પોલુસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયા ઉવ.૫૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે પોતાના બે ભત્રીજા અશ્વિનભાઈ રણછોડભાઈ પોરડીયા તથા કાનજીભાઈ રણછોડભાઈ પોરડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૨/૧૦ ના રોજ રાત્રીના બળદેવભાઈ પોતાના ઘરના ફળીયામાં સુતા હોય ત્યારે ઉપરોક્ત બંને આરોપી ત્યાં આવી બળદેવભાઈને આ મકાન ખાલી કરવાનું કહી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હોય ત્યારે બળદેવભાઈએ ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ રકડામ ઉશ્કેરાઈ જઈ આરોપી અશ્વિનભાઈ અને કાનજીભાઈએ ઢીકાપાટુનો માર મારી પોતાના પાસે રહેલ લાકડાના ધોકા વડે બળદેવભાઈને વાસામાં માર મારવા લાગતા તે દરમિયાન બળદેવભાઈએ દેકારો કરતા ઘરના તેમજ પાડોશીઓ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે બળદેવભાઈએ પોતાના દીકરા સાથે હળવદ પોલીસ મથકમાં બંને આરોપીક સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!