મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે કર્મચારીઓ વેપારીઓ પાસેથી પૈસા લઈને નીકળી રહ્યા છે એવી ટેલિફોનિક બાતમી મળતા તુરંત મોરબી એસીબી દ્વારા ફોનમાં જણાવેલ સ્થળ પર પહોંચી ને બાતમી મુજબની વોકસવેગન કાર નં. જીજે-૦૪-બીઈ-૫૭૧૮ ને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર (વર્ગ-૨) હર્ષાબેન બી.પટેલ રૂ.૬૭૯૩૦ અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ -૨) ચિરાગ નિમાવત રૂ.૮૭૨૦ ની રોકડ રકમ સાથે ઝડપાયા હતા જેથી મોરબી એસીબી દ્વારા આ રકમ બાબતે પૂછતાં બન્ને અધિકારીઓ સંતોષ કારક જવાબ આપી ન શક્યા હતા બાદમાં મોરબી એસીબી દ્વારા આ રકમને શંકાસ્પદ રકમ તરીકે ધ્યાનમાં લઈને કબજે કરવામાં આવી હતી અને બન્ને અધિકારીઓની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વાસી ખોરાક, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખોરાક વેંચતા અને પ્રતિબંધિત દવાઓ વેંચતા લોકો પર અંકુશ રાખીને આવું કરતા લોકો પર કાર્યવાહી કરવાની હોય છે પરન્તુ મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની કામગીરી શૂન્ય બરાબર હોય છે ઠીક છે કયારેક સરકારી આંકડા બતાવવા નાની મોટી કાર્યવાહી કરીને જ સંતોષ માની લેવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા અધિકારીઓ ની વધુ પૂછપરછ માં શુ શુ માહિતી બહાર આવે છે એ જોવું રહ્યું.