મોરબીના વીસીપરામાં સોસીયલ મીડિયામાં કોમેન્ટ બાબતે બે મિત્રા વચ્ચે બોલાચાલી થયા બાદ અન્ય સ્થળોએ મારામારી અને છરી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ખાતે રહેતા હનીફભાઇ અબાસભાઇ ભટી અને એજાજભાઇ કાદરભાઇ હસનભાઇ મોવર બન્ને વચ્ચે મિત્રતા હતી.જે દરમિયાન મોબાઇલ પર ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બને વીસીપરા ખાડા વિસ્તરમા ભેગા થતા તકરાર થઈ હતી જેમાં મરામારી બાદ અન્ય સ્થળે આરોપી એજાજભાઇ કાદરભાઇ મોવર, અક્રમભાઇ કાદરભાઇ મોવર રહે. બન્ને મોરબી વીસીપરા સનરાઇઝપાર્ક તથા જાવેદ જામ રહે.માળીયા મીયાણા અને એક અજાણ્યો ઇસમ સહિત ચાર શખ્સોએ હનીફભાઇ પર છરી અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા હનીફભાઈએ ચારેય વિરુદ્ધ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ GP Act કલમ ૧૩૫ ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
સામે પક્ષે એજાજ કાદરભાઇ મોવરે પણ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી હનીફ અબ્બાસ ભટી, કરીમ અબ્બાસ ભટી (રહે બન્ને કાજરડા તા.માળીયા મીયાણા), હુસેન મોવર રહે માળીયા મીયાણા વાંઢ વિસ્તાર તા.માળીયા મીયાણાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે સોસીયલ મીડિયામા કોમેન્ટ બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓ શાંતીવન સ્કુલપાસે ભેગા થતા ઝઘડો કરી એજાજ તથા સાહેદ અકરમને છરી વડે હાથની આગળીઓમા ઇજાઓ કરી ઉપરાંત સાહેદ અમીનાબેનને પણ લાકડી વડે મુંઢ મારમારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદને પોલીસે તપાસ હાથ ધરી છે.