મોરબીમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ ગાળા ગામે પગપાળા જઈ રહેલ બે વેપારીઓને પુલ પર રોકી ત્યાંથી પસાર ન થવાનું કહી ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગાળા ગામ ખાતે રહેતા રાહુલભાઇ કેશુભાઇ જીતીયા નામના વેપારી તથા મહેન્દ્રભાઇ બન્નેએ ગાળા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમુહ લગ્ન કરેલ હોઇ જેનો મંડપનો સામાનની દેખરેખ માટે ગાળા ગામ પાસે નવો બનતા પૂલ ઉપર પગે ચાલીને જતા હતા. ત્યારે નોઘાભાઇ ગાભાભાઇ ભીલ તથા દીનેશભાઇ નોઘાભાઇ ભીલ (રહે-બન્ને જેતપર) નામના બંને શખ્સોએ પુલ ઉપર ચાલવાની ના પાડી ફરીયાદી તથા મહેન્દ્રભાઇને ગાળો આપી લોખડના પાઇપ વડે ડાબા હાથમાં મુઢ ઇજા કરી તેમજ કપાળના ભાગે ઇજા કરી તેમજ દાત પાડી દઇ ફેકચર જેવી ઇજા કરી તેમજ મહેન્દ્રભાઇને ગળાના ભાગે ડાબી બાજુ ઇજા કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.