મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી કે, શહેરના શનાળા રોડ ઉમિયા સર્કલ નજીક આરોપી કિરણભાઈ રહેશીયા જીવલેણ ચાઈનીઝ ફીરકીઓ પોતાની પાસે રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી આરોપી કિરણભાઈ મગનભાઈ રહેશીયા ઉવ.૨૫ તથા આરોપી રોહિતભાઈ ચંદુભાઈ પરમાર ઉવ.૨૦ બન્ને રહે. ગોકુલનગર શનાળા રોડ મોરબી વાળા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી મોનો સ્કાય નંગ ૬ જેની કિ.રૂ.૩,૬૦૦/- મળી આવી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









