મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર સીટી પોલીસ દ્વારા વઘાસીયા ટોલનાકા પાસેથી દેશીદારૂ ભરેલ મહિન્દ્રા TUV-300 ગાડી સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટિમ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકતનાં આધારે, વઘાસીયા ટોલનાકા પાસેથી GJ-03-JC-6751 નંબરની મહિન્દ્રા કંપનીની TUV-૩૦૦ કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી રૂ. ૮૦,૦૦૦/-ની કિંમતનું ૪૦૦ લીટર દેશીદારૂ મળી આવતા પોલીસે દેશી દારૂ સહીત કુલ રૂ.૩,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ દશરથભાઇ રમેશભાઇ કણઝરીયા (રહે. સમાત્પર તા-સાયલા જી-સુરેન્દ્રનગર) તથા શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલા (રહે.નળખંભા તા-થાનગઢ જી.સુરેન્દ્રનગર)ને સ્થળ ઉપર પકડી પાડી તપાસ દરમિયાન મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા (રહે-સામત્પર ગામ તા-સાયલા જી-સુરેન્દ્રનગર) તથા સની (રહે-શનાળા મોરબી)નું નામ ખુલતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર તથા મુકેશભાઈ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા રવીકુમાર લાવડીયા તથા કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ તથા ભરતભાઇ દલસાણીયા તથા દર્શિતભાઈ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ તથા વિપુલભાઇ પરમાર જોડાયેલ હતા.