Monday, January 13, 2025
HomeGujaratમાળીયા મી.નાં નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનાં જંગી જથ્થા સાથે...

માળીયા મી.નાં નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનાં જંગી જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા:ચાર ફરાર

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચ દ્વારા માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. જયારે ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકતનાં આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં અમુક માણસો દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી હકિકત આધારે તપાસ કરતા સબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા (રહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા મિ.) તથા ઇરસાદ સ/ઓ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા (રહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા મિ.) નામના બે ઇસમો રૂ.૩,૦૩,૦૦૦/-ની કિંમતના ૧૫૧૫ લીટર દેશી દારૂ, રૂ.૧૫૦૦૦/-ની કિંમતના બે મોબાઇલ ફોન, રૂ.૫.૫૦૦૦૦/-ની કિંમતનું ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂ.૮,૬૮,૦૦૦/-નાં મુદામાલ સાથે મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરતા બંને આરોપીઓએ આ ગુન્હામાં તેમની સાથે ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડ (રહે.નવા ગામ તા.માળીયા (મિં) જી.મોરબી), અવેશ સુભાનભાઇ કટીયા/મિયાણા (રહે.નવાગામ તા.માળીયા(મિં)), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા (રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા) તથા ઇમરાન રાયબભાઇ જેડા (રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા) નામના શખ્સો પણ સંડોવાયેલા હોવાનું કબૂલાત પોલીસે કુલ ૬ ઇસમો વિરુધ્ધ માળીયા મિ. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી મોરબી એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ્પેકટર એમ. પી. પંડયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આઈ.પટેલ, વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!