મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા માળીયા-હળવદ રોડ પાર આવેલ નવા ધનાળા પાટીયાથી નવા ધનાળા ગામ તરફ જતા રસ્તા પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજોના ૬ કિલો ૮૯૦ ગ્રામના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, અરૂણ કાલુસીંગ પટલે તથા જાકેશ કાલુસીંગ પટલે (રહે બન્ને મુળ મહારાષ્ટ્ર હાલ રહે પ્રતાપગઢ ગામની સીમમાં તા.હળવદ) પોતાના કબ્જામા માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનુ વેચાણ કરવાની ફીરાકમા અલગ-અલગ માણસોને ફોન કરતા હોય અને પોતાના હવાલાવાળુ GJ-3 FJ 1535 નંબરનું મોટરસાઇકલમા ગાંજાનો જથ્થો લઇ બન્ને નીકળનાર છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ વોચમાં રહેતા બંને ઇસમો ૬ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાના રૂ.૬૮,૯૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલિસે ગાજો સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપીયા-૯૩,૯૦૦/-નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ કામગીરી એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર એન.આર.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, કિશોરદાન ગઢવી, તથા હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા તથા મનસુખભાઇ દેગામડીયા તથા કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.