Saturday, January 4, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ગળેફાંસો ખાઈ બે લોકોનો આપઘાત : એક જ દિવસમાં ચાર...

મોરબી જિલ્લામાં ગળેફાંસો ખાઈ બે લોકોનો આપઘાત : એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતનાં બનાવો નોંધાયા હતા. જેમાં માળીયા મીં. અને હળવદ પોલીસ સ્ટેશનમાં બે-બે અકાળે મોતની નોંધ થઈ હતી. માળીયા મીં.ના એક અઢી વર્ષીય બાળકનું લીવર ફુલી જવાથી તો માળીયા મીં.ની યુવતીનું ગળેફાંસો ખાઈ જતા મોત જયારે હળવદના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા જયારે મકાનના ધાબાની કઠોળી પર બેસેલ યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીમાં લીલાપર રોડ યદુનંદન ગોશાળા સામે સલીમભાઇના ડેલે રહેતા સુનીલભાઇ હિતુભાઇ ડામોર ના અઢી વર્ષના દીકરા અંકિતનું લીવર ફુલી જવાથી બીમારી સબબ મોત નીપજ્યું હતું. જેને લઈ તેના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે બાળકનાં બીમારી સબબ મૃત્યુ અંગે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, માળીયા મી.ની વિર વિદરકા પાટીયા ક્યુલક્ષ સિરામીક ઓરડીમા રહેતી હેતલબેન જીગરભાઇ કમેજળીયા નામની પરણિત મહિલા ક્યુલેક્ષ સીરામીક કારખાનાની ઓરડીમા પોતાના પતી સાથે રહેતા હોય પોતાની મેળે કોઇપણ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હાલતમા તેની લાશને પી.એમ. કરાવવા સારૂ સરકારી હોસ્પીટલ માળીયા ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. ત્યારે ઉલ્લખેનીય છે કે, મહિલાના ૧ વર્ષ ૫ મહિના પૂર્વે જ લગ્ન થયેલ હતા.

ત્રીજા બનાવમાં, હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા વિક્રમભાઇ કરશનભાઇ કાંગસીયા નામના યુવકે ગત તા-૦૪/૦૫/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે પોતાના રહેણાંક મકાને કોઇ કારણસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ સ્થાનિકોએ હળવદ પોલીસને જાણ કરી હતી. જેથી બનાવની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા બનાવમાં, હળવદના રાણેકપર ગામે ગત ગુરુવારે રાત્રીના સમયે ચાલુ વરસાદે નબળો પડી ગયેલ અગાસીની સેફ્ટી વોલ તુટી પડી હતી. જેના કારણે અગાસીની સેફ્ટી વોલ પર બેસેલ યુવક પણ નીચે પટકાયો હતો. ત્યારે સેફ્ટી વોલનો કાટમાળ યુવકનાં માથા પર પડવાથી યુવાનને ગંભીર ઇજા થતા પ્રવિણ સામતભાઇ બાબરીયા નામના યુવાનનુ મોત નીપજ્યું હતું. જયારે બનાવને પગલે યુવાને હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!