મોરબી તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએથી આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં લક્ષ્મીનગર ગામની સિમમા એક આધેડે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. જયારે ઉંચી માંડલ ગમે સીમેરો કારખાના લેબર કવાર્ટર્સમાંથી એક યુવકે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાના લક્શ્મિનગર ગામની સીમમાં આવેલ નરેશભાઇ પટેલની વાડીમા રહેતા મૂળ મધ્યપ્રદેશના બલરામ પુલસિંગ ચૌહાણ નામના આધેડે લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ નરેશભાઇ પટેલની વાડીમા કોઇ કારણોસર ગઈકાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયેલ હોય બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સીમેરો કારખાના લેબર કવાર્ટર્સ ખાતે રહેતા સત્યમ અજબસીંગ યાદવ નામના યુવકે ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા ઉંચી માંડલ સીમેરો કારખાનાના લેબર કવાર્ટર્સના ત્રીજા માળેથી કોઇ કારણસર છલાંગ મારતા સ્થળ પર હાજર પીયુશભાઇ આચાર્ય (રહે-સામા કાંઠે નીલકંઠ સોસાયટી મોરબી) નામના શખ્સે તેને મોરબી સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડો. આર.કે સીંગએ તેને જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.