Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ નજીક ડમ્પરે મોટર સાયકલને હડફેટે લઈ બે લોકોના મોત

મોરબીના ઘુંટુ નજીક ડમ્પરે મોટર સાયકલને હડફેટે લઈ બે લોકોના મોત

અકસ્માતમાં એકનું સ્થળ ઉપર જ્યારે ગંભીર રીતે ઘાયલ બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુંટુ ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે વધુ એક પરિવારનો માળો વિખર્યો છે. ડમ્પર ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેફિકરાઈથી ચલાવીને આગળ રોડ ઉપર જઇ રહેલા ડબલ સવારી મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી, ત્યારે મોટર સાયકલ સવાર બંને લોકો રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ ઉપર મૃત્યુ થયું હતું જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન પામ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે રેઢું મૂકી ભાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામ ક્રિયાન પેટ્રોલ પંપની બાજુમા આવેલ શ્રી રામ વે બ્રીજની સામે ગઈ તા.૨૨/૧૧ના રોજ ડમ્પર ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૫૫૩૯ વાળુ ઉચી માંડલથી ઘુટુ ગામ તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આગળ ડબલ સવારી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એચ-૭૮૩૦ને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક અમૃતભાઈ વાઘેલાનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ દિનેશભાઇ કરશનભાઇ જાદવને બન્ને પગે તથા પેટના ભાગે ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. એકસીડન્ટ કરીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળુ ડમ્પર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો, અકસ્માતની સમગ્ર ઘટના અંગે મૃતક અમૃતભાઈ વાઘેલાના પુત્ર જે ઘુટુ ગામે રહેતા મુકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!