Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા બે ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત

મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા બે ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત

મોરબી જિલ્લામાં આડેધડ વાહન ચલાવવાના કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ટ્રાફિક નિયમો અને સ્પીડ લિમિટ ના નિયમો નેવે મૂકીને બેફામ વાહન હંકારતા લોકો નિર્દોષ માણસોના જીવ લઈ રહ્યા છે જેમાં સરકારી બસના ડ્રાઈવરો પણ બાકાત નથી તેવામાં મોરબી જિલ્લામાં વધુ બે અલગ-અલગ અકસ્માતના બનાવમાં બે લોકોના મોત થયા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર રાજકોટ રોડ મહાવીરનગર શેરી નં-૧ બ્લોક નં-૨૨૮માં રહેતા મૂળ રાજકોટના રસીકભાઇ જેઠવા ગત તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ પોતાનું GJ-01-EU-7069 નંબરનું TVS જ્યુપીટર મોટર સાઇકલ લઈ સીંધાવદર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે GJ-18-Z-4558 નંબરની એસ.ટી.બસનાં ચાલકે બસ પુરપાટ ઝડપે ચલાવી આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલ રસીકભાઇ નામના વૃદ્ધને હડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈ વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે એસ.ટી.બસનો ચાલક અકસ્માત કરી નાશી જતા સમગ્ર મામલે મૃતકના પુત્રે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

બીજા બનાવમાં, ગત તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ એક અજાણ્યા વાહન ચાલકે યુવકને હડફેટે લઇ શરીરે ટાયર ફેરવી દઇ છુંદી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ રાહદારીઓએ માળીયા મીં. પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે સ્થળ પર આવી મૃતક અજાણ્યા યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!