Sunday, December 29, 2024
HomeGujaratમોરબી તાલુકામાં ગઈકાલે એક જ દિવસમાં બે લોકોના અકાળે મોત

મોરબી તાલુકામાં ગઈકાલે એક જ દિવસમાં બે લોકોના અકાળે મોત

મોરબી તાલુકામાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાયા છે. જેમાં એક આધેડની અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. તથા એક કિશોરનું રમતા રમતા દોરડામાં ફસાઈ જતા ગળે ફાંસો આવી જતા મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીમાં ગાળા ગુંગળ રોડ કેરમીયા સીરામિકના કારખાનામા રહેતા સોબરનસીંગ રઘુનંદનસીંગ નામના આધેડનું ગઈકાલે અગમ્ય કારણોસર મોત નિપજતા તેઓનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યારે ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરાવી છે.

બીજા બનાવમાં, મોરબીનાં રાજપર ગામની સીમમાં જગદીશભાઇ મુંદડીયાની વાડીમાં રહે તો મૂળ ધાર મધ્યપ્રદેશનો સુમીતભાઇ કનકસિંહ કલવા નામનો કિશોર ગઈકાલે રાજપર ગામની સીમમાં જગદીશભાઇ મુંદડીયાની વાડીના શેઢે આવેલ ઝાડવા પરથી રમતા-રમતા પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડામાં ગળાફાંસો આવી જતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતક કિશોરના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!